મારી વાતો


મારો જીવન મંત્ર

વિદ્યાદાન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય મને સોપવામાં આવ્યું છે

તે કાર્ય હું મન લગાવીને કરતો રહીશ

બાળકોના બૌદ્ધિક તેમજ સર્વાંગિક વિકાસ માટે

તન-મનથી પ્રયત્ન કરતો રહીશ

બાળકોનું જ્ઞાન-અવલોકન કરવાની શક્તિ તેમજ સૌન્દર્યદ્રષ્ટિ

વિકસિત કરવામાં  કાર્યશીલ રહીશ

બાળકોને પોતાના સ્વમાનની રક્ષા કરવાનું , સમાજસેવા કરવાનું

તથા રાષ્ટ્રપ્રેમી બનવાનું શિક્ષણ આપતો રહીશ

આજ મારું સૌથી પ્રધાન કર્તવ્ય બની રહેશે 


મેરે આત્મન
એક સનાતન સત્ય યહ ભી હૈ કી જન્મ મિલતા હૈ , જીવન નિર્મિત કરના પડતા હૈ. શાયદ ઇસ લીએ મનુષ્યકો સર્વાધિક શિક્ષાકી જરૂરત પડતી હૈ. શિક્ષાકા એક હી અર્થ હો શકતા હૈ કી જીવન જીનેકી કલા સમાજકો શિક્ષક હી દે શકતા હૈ. યહ જરૂરી નહી હૈ કી વહ માન્યતા પ્રાપ્ત ડીગ્રી રખતા હો. જિસ જગહસે, બ્ન્દેસે, યાતો ચીજ્સે શીખ્નેકો મીલ જાયે વહ શિક્ષક. પર ઇસ સમય કે દૌરમેં સમાજમેં એક પ્રણાલી કાયમ હૈ શિક્ષા માધ્ય્મોકી, સ્કુલોકી ઔર શિક્ષકો કે દ્વારા જ્ઞાન દેને કી. સીધીસી બાત રખેતો શિક્ષક હી ઐસા નેતૃત્વ દે રહા હૈ જો આને વાલે ૨૦ સાલકે બાદકે સમાજકા ઉત્તરદાયીત્વકી જિમ્મેદારી લીએ હૈ.

     સમાજકી દિશા તય કરનેકી ભૂમિકા, સમાજકો વિચાર દેનેકી પ્રક્રિયા ઔર શી માયનેમે નેતૃત્વકી ભૂમિકાકો સ્પષ્ટ રૂપસે શિક્ષક્કે મનોભાવ હમેશા બને રહને ચાહીએ. અગર યહ સબકે પ્રતિ શિક્ષક સજાગ બનતા હૈ તો નિશ્ચિત હી બદલાવ કી ચિનગારી ભડક ઉઠેગી. હમ સબકો મિલકર ચલના હોગા ઔર નેતૃત્વ દેના હોગા તાકી બીસ સાલ બાદકા આદર્શ સમાજ બન શકે. મેરી પરમાત્માસે  વિનમ્રતા પૂર્વક પ્રાર્થના હૈ કી હમ સબકો વો શક્તિ પ્રદાન કરે તાકી આને વાલે કલકે લીયે નેતૃત્વકા બીજ બો શકે ,,,,,,,,,,,,,,,,,  

કણી એક સોનાની ને એક લોઢાની..

નાનકડા એક ગામની આ વાત છે. એક સોની ને એક લુહાર સામસામે રેહતા હતા. ને એમની દુકાન પણ એકબીજાની સામસામે જ હતી. રોજ સવારે લુહાર લોઢાને ટીપતો. એક દિવસની આ વાત છે. એક સવારે જયારે લુહાર લોઢાને ટીપતો હતો ત્યારે એક કણી સોનીની દુકાનમાં જઈને પડી. નસીબ જોગે લોઢાની કણી જ્યાં પડી હતી એની બરાબર બાજુમાં સોનાની કણી પડી. સોનાની કણી જોઇને લોઢાની કણીથી ના રેહાવાયું, ને એની આંખો ભીની થઇ આવી. સોનાની કણીથી લોઢાની કણીને પુછાય ગયું કે, બહેન કેમ છે..? શું કામ રડે છે..? લોઢાની કણી એ રડતા રડતા જવાબ આપ્યો, બહેન હું થાકી ગઈ છું. મને રોજ લુહાર ટીપે છે, કેટલું દુખ આપે છે. નથી રહેવાતું હવે બહેન. આ ભગવાન મને હવે લઇ લે તો બસ છે. સોનાની કણી બોલી, બહેન આમ તે કઈ દુઃખમાં રડાતું હશે..? દુઃખતો બધાને આવે બહેન. અને તને શું લાગે છે..!! આ સોની મને નઈ ટીપતો હોઈ. મને પણ ઘાટ આપવા સોની ટીપે જ છે. મને પણ દુઃખ પડે છે.

સોનાની કણી એ વાત વધારતા આગળ કહ્યું, બહેન, દુધમાં જો છાસનું ટીપું પડે તો એ દુખ વેઠીને દહીં બને છે. જો દહીને વલોવીએ તો એ માખણ બને છે. ને એમાં પણ દહીને દુખ વેઠવું પડે છે. માખણ ને ગરમ કરીએ તો ઘી બને છે. માખણ ને પણ કેટલું દુખ વેઠવું પડે છે. દુખ તો બધાને છે બહેન પણ તે એક વસ્તુ પર ધ્યાન આપ્યું..? કે દરેક વખતે વસ્તુનું મૂલ્ય વધતું જ જાય છે. દૂધ કરતા દહીં નું મૂલ્ય વધારે છે. દહીં કરતા માખણ નું ને માખણ કરતા ઘી નું મૂલ્ય વધારે છે. એટલે બહેન દુખ તો બધાને છે. એમાં રડવું નહિ.

ને ત્યારે લોઢાની કણી એ જવાબ આપ્યો, “તમારી વાત સાચી છે. સોની તને ટીપે છે ને ઘાટ આપે છે. પણ જે હથોડીથી ટીપે છે એ શાની છે..? સોનાની કણીએ કહ્યું, લોઢાની. લોઢાની કણીએ પૂછ્યું, કે તું જેના ઉપર ટીપાય છે એ શાનું બનેલું છે..? સોનાની કણી એ કહ્યું, લોઢાનું. ખરી વાત બહેન પણ મારે તો હથોડી પણ લોઢાની ને જેના ઉપર ટીપાંઉ એ પણ લોઢાનું. ને હું પોતે પણ લોઢાની. બહેન મારું દુઃખ તો બહુ વધારે છે, કેમ કે મને તો મારા જ દુ:ખ આપે છે..!!